ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા બોટાદના ગુંદાળા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઈ.

  • સ્વયં પ્રેરિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
  • પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અને નવી પદ્ધતિઓ વિશે ખેડૂતોને જાગૃત કરાયાં.

જિલ્લા બ્યુરો, બોટાદ

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટ બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનાં ગુંદાળા ગામે પ્રાકૃતિક કૃષિ માટે સ્વયં પ્રેરિત ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

� � � � � � �ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતતા વધે, વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તેમજ ખેતી ક્ષેત્રે અપનાવવામાં આવતી નવીન ટેકનોલોજી વિશે યોગ્ય માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવી હતી.

� � � � � � �આ કાર્યક્રમ દરમિયાન આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બી.બી. કાનડે દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અંગે વિસ્તૃત અને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી, જેનાથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનાં મૂળભૂત સિદ્ધાંતો અને તેનાં લાભો અંગે સ્પષ્ટ સમજ મળી હતી.

� � � � � � તાલીમમાં ગઢડાના પ્રગતિશીલ ખેડૂત શ્રી યોગેશભાઈ ડવ દ્વારા હોજ પદ્ધતિથી કરવામાં આવતી પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે વેજળકાના પ્રગતિશીલ ખેડૂત શ્રી કરણસિંહ પરમાર, દ્વારા પંચસ્તરીય જંગલ મોડેલ ફાર્મની સંકલ્પના તથા પ્રાકૃતિક ખેતીનાં ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું આયોજન અને સંચાલન આત્મા પ્રોજેક્ટના એ.ટી.એમ. શ્રી વાઘાભાઈ ખટાણા દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી મેળવી હતી.