બોટાદ શહેરને 7 દિવસ માટે સ્વૈચ્છાએ ૨૪ કલાક સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણયલેવાયો.

  • આજે મંગળવારે રાતે 9 વાગ્યાથી તા.26ના સવારે 6 કલાક સુધી તમામ રોજગાર ધંધા સંપૂર્ણ બંધ રહેશે.
  1. બોટાદ પાલિકાના ટાઉનહોલમાં શહેરના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વેપારીએસોસિએશનની બેઠક તા.19/4/21ના રોજ યોજાય હતી. આ બેઠકમા શહેરમાં વધતા જતા કોરોના સક્રમણને લઈ ચર્ચા વિચારણા કર્યાબાદ સર્વામુમતે શહેરમાં સાત દિવસ માટે સ્વેચ્છાએ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
  2. બોટાદ પાલિકાના ટાઉનહોલમાં બોટાદ નગરપાલિકાના પ્રમુખ રાજેશ્રીબેન વોરા, ઉપ પ્રમુખ કિશોરભાઈ પાટીવાળા, કારોબારી ચેરમેન બળદેવભાઇ પ્રજાપતિ, નગરપાલિકાના સભ્યો તેમજ શહેરના જુદા જુદા વેપારી એસોસિએશન અને સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કોરોનાનું સક્રમણ કેમ રોકી શકાય તેના માટે અલગ અલગ સૂચનો માગવામાં આવ્યા હતા. જેમાં તમામ લોકોએ વેપાર ધધાં બંધ રાખવાની વાત કરી હતી. જેને લઈ મીટીંગના અંતે સર્વે સંમતિથી તા.20/4/21ના રાત્રે 9.00 કલાકથી 26/4/21ના સવારના 6.00 કલાક સુધી વેપારીઓને પોતના રોજગાર ધંધા સંપુર્ણ પણે બંધ રાખવાનો નિર્ણય નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.
  3. તેમજ સાત દિવસના બંધ દરમિયાન કોઇપણ વેપારી કે વ્યક્તિ કાળાબજારી કરતા મળી આવશે તો તેના સામે નગરપાલિકા દ્વારા કડક પગલા લેવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સુચનાનું પાલન નહિ કરનાર સામે રૂ.200નો દંડ તથા દંડ ન ભરનારનું શોપ લાઈસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.આમ કોરોનાનું સક્રમણ રોકવા માટે સ્વેચ્છાએ બંધ સિવાય કોઈ વિકલ્પ ના હોઈ જેને લઈ શહેરમાં સાત દિવસનું લોકડાઉન લગાવાનો નિર્ણય કરવામા આવ્યો છે.
  4. આ સાત દિવસ દરમિયાન આવશ્યક ચિજવસ્તુઓની શેવા શરૂ રહેશે જેમા હોસ્પિટલો 24 કલાક, લેબોરેટરી 24 કલાક, મેડીકલ 24 કલાક, દુધ, છાશની દુકાનો ફક્ત સવાર અને સાંજ 6 થી 9 કલાક સુધી, રેસ્ટોરન્ટ, હોટલમા ફક્ત પાર્સલ સુવિધા ઉપલબ્ધ રહેશે, અનાજ દળવાની ઘંટી ફક્ત સવારના 8 થી 1 વાગ્યા સુધી અને ફ્રુટની લારી તથા ફ્રુટ જ્યુસની લારી શરૂ રહશે.હિરાના કારખાના પણ બંધ રહેશે.

રિપોર્ટર : સીતાપરા કેતનભાઈ
સીટી અપડેટ બોટાદ