20 ડિસેમ્બર 2025 ના રોજ આદરજ મોટી-વિજાપુર રેલ ખંડ પર સ્પીડ ટ્રાયલ

20 ડિસેમ્બર 2025 ના રોજ આદરજ મોટી-વિજાપુર રેલ ખંડ પર સ્પીડ ટ્રાયલ

રેલવે ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવવા માટે સૌને અપીલ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આદરજ મોટી-વિજાપુર ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ હેઠળ આદરજ મોટી-વિજાપુર સેક્શનમાં નવી રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઇન (કિમી 6/4 થી કિમી 45/1) પર 20 ડિસેમ્બર 2025 ના રોજ 12.00 વાગ્યા થી 14.00 વાગ્યા ના દરમિયાન અધિકતમ 135 કિમી પ્રતિ કલાકની ગતિથી લાઈટ એન્જિનનું સ્પીડ ટ્રાયલ કરવામાં આવશે.

રેલવે માટે સ્પીડ ટ્રાયલ એક ફરજિયાત ટેકનિકલ પ્રક્રિયા છે, જે રેલ પરિચાલન પ્રારંભ થાય તે પહેલાં ટ્રેકની ગુણવત્તા, સુરક્ષા અને સ્થિરતાને ચકાસવા માટે કરવામાં આવે છે. આ દરમિયાન ટ્રેક પર વિભાગીય ટ્રેનો, માપન યંત્ર અને ટેકનિકલ ટીમો કાર્યરત રહેશે.

સામાન્ય જનતા, મજૂરો, ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓને ખાસ વિનંતી છે કે તેઓ રેલવે ટ્રેકની નજીક ન જાય, કોઈપણ સંજોગોમાં ટ્રેક ઓળંગે નહીં અને બાળકો અને પ્રાણીઓને રેલવે ટ્રેકથી દૂર રાખે.

આ નવી રેલવે લાઇન ક્ષેત્રના લોકોને વધુ સારી રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે તેની સાથે ક્ષેત્રીય વિકાસને એક નવો આયામ પ્રદાન કરશે.