ભાવનગર ચિત્રા જીઆઇડીસી માં બે કારખાનામાં ચોરી

ભાવનગર શહેરમાં ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા બે કારખાનામાં ગઇ કાલે રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં બંને કારખાનાની ઓફિસના તોડી તેમાંથી રોકડા રૂ.૩,૭૫,૦૦૦ની મત્તાની ચોરી થયાની બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ભાડ મેળવવા તજવીજ હાથધરી છે.

પુષ્પમ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ વાળા પિયુષભાઈ ભવાનભાઈ કંસારા નામના ૪૨ વર્ષીય કારખાનેદારે અને વિશાલભાઈ જગદીશભાઈ દોશીના જય ખોડીયાર મિનરલ્સ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં પણ તસ્કરોએ હાથફેરો કરી ચોરી કર્યાનું જાણવા મળ્યું હતું.