ઇંગ્લેન્ડની લાન્ચેસ્ટર ઈ.પી પ્રાયમરી સ્કૂલનું પ્રતિનિધિ મંડળ ચોટીલાની સન સાઈન અને આદિત્ય વિદ્યાલય ની મુલાકાતે પધાર્યું.

નોર્થ ઇંગ્લેન્ડની લાંચેસ્ટર ઈ.પી પ્રાયમરી સ્કૂલ નું પ્રતિનિધિ મંડળ માં મિસીસ વીણા સોની , ડેપ્યુટી લોર્ડ લેફ્ટનેંટ ઇંગ્લેન્ડ , નોર્થ ઇંગ્લેન્ડ મિસ્ટર સાઇમન , મિસ્ટર કેલમ , મિસ બેંકી , મિસ નેઓમી , અને લાન્ચેસ્ટર સ્કૂલના 16 વિદ્યાર્થીઓ એમ કુલ 22 લોકોનું પ્રતિનિધિ મંડળ આજરોજ ધ સન સાઈન સ્કૂલ અને આદિત્ય વિદ્યાલયની મુલાકાત લઇ શાળાના વિદ્યાર્થીઓની સાથે સંસ્કૃતિને લગતા વિચારોને આપ લે કરી હતી .

વિદ્યાલયના વિદ્યાર્થીઓએ તેઓને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવ્યા હતા . ઇંગ્લેન્ડથી આવેલા બાળકો શાળાના બાળકો સાથે શેરી રમતો રમ્યા હતા.આ પ્રકારના વિનિમય કાર્યક્રમથી બંન્ને દેશના બાળકો એક્મેક્ની સંસ્ક્રુતિ થી પરીચિત થાય , તેમેજ એક્બીજાની સામાજીક , સંસ્ક્રુતિક , અને શૈક્ષણિક બાબતો જાણે વસુધૈવ કુટુમ્બમ ની ભાવના પ્રબળ બને તથા ભાવિ પેઢી વૈશ્વિક નાગરીક તરીકે સમજદાર અને જવાબદાર બને તેવા ઉદેશથી ઇંગ્લેન્ડ મા ભારત ના ગૌરવ સમાન મિસીસ વિણા સોની કે જેઓ બ્રિટીશ એમ્પાયર મેડલ ધારક એક્માત્ર એશિયન લેડી છે.કે જેઓ ઇંગ્લેન્ડના રાજા કે રાણીના ડેપ્યુટી લોર્ડ લેનેંટ તરીકે સેવા આપી રહ્યા છે.

ધ સન સાઈન સ્કૂલ અને આદિત્ય વિદ્યાલય તેમના આ પ્રયત્નો મા વર્ષોથી સહભાગી થઈ ચોટીલાના ભાવિ પેઢીને વૈશ્વિક નાગરીક બનાવવા પ્રયત્નશીલ છે .

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સન સાઈન સ્કૂલ તથા આદિત્ય વિદ્યાલયના સંચાલક દરબાર શ્રી મહાવીરભાઈ ખાચર , એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુલજીતભાઈ ખાચર તેમજ આચાર્ય રમેશભાઈ પરમાર , હિતેશભાઈ ગંગવાણી , જગદીશભાઈ ઉત્તેળિયા અને સમગ્ર સન સાઈન સ્કૂલ તેમજ આદિત્ય વિદ્યાલય ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગે રાજકોટની પંચશીલ સ્કૂલના યોગીરાજસિંહ જાડેજા અને કેતનભાઇ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.